Gujarat news: રાજ્યમાં આગામી 7 દિવસમાં ઠંડીનું જોર વધશે, જાણો કેટલો ગગડશે પારો
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ વાદળો વિખેરાઈ જતાં આકાશ સ્વચ્છ દેખાઈ રહ્યું છે, ત્યારે આજે હવામાન વિભા

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ વાદળો વિખેરાઈ જતાં આકાશ સ્વચ્છ દેખાઈ રહ્યું છે, ત્યારે આજે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી સાથે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.
15.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. માવઠાને લીધે ખેડૂતો પાયમાલ થયા છે. હવે લાંબા સમય બાદ વાદળો વિખેરાઈ જતાં આકાશ સ્વચ્છ દેખાઈ રહ્યું છે. આ સાથે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેશે અને ત્રણ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. અમદાવાદમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે, જ્યારે 15.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે.




