વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓની આજથી અચોક્કસ મુદતની હડતાળ, જાણો 25 હજાર કર્મીઓની શું છે માંગ
ગુજરાત રાજ્ય પંચાયતી સેવા વર્ગ 3ના આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા

ગુજરાત રાજ્ય પંચાયતી સેવા વર્ગ 3ના આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. પગાર વધારા સહિતની માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી હેલ્થ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંગે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું છે.
પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન
ખાતાકીય પરિક્ષાનો પ્રશ્ન હજુય યથાવત રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓ ધરણાં કર્યા, દેખાવો કર્યાં. માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યો તેમ છતાંય સરકારના પેટનું પાણી હાલતું નથી.
10 માર્ચ સુધી કોઈ જ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અચોક્કસની હડતાળ
જ્યારે હડતાળ પાડવામાં આવે ત્યારે સરકારના મંત્રીઓ ખાતરી આપો છે, પણ અત્યાર સુધી અમલ કરાયો નથી. પંચાયત વિભાગના વર્ગ 3ના આરોગ્ય વિષય કેડરના ફિક્સ તથા ફુલ પગાર મેળવતા તમામ કર્મચારીઓના 10 માર્ચ સુધી કોઈ જ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
ગામડાઓમાં ઊભી કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા
હડતાળને કારણે ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ ખોરવાશે. આ કારણોસર આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.








