મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: 'વિદેશી વિદ્યાર્થીઓ નશાની હાલતમાં કરે છે બબાલ', ગ્રામજનોનો આક્ષેપ

રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં ફરી એકવાર આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસની ઘટના સામે આવી છે

Rajkot News: 'વિદેશી વિદ્યાર્થીઓ નશાની હાલતમાં કરે છે બબાલ', ગ્રામજનોનો આક્ષેપ

રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં ફરી એકવાર આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસની ઘટના સામે આવી છે. શહેરની મારવાડી કોલેજમાં મોટી સંખ્યામાં આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને કેટલાક વિદ્યાર્થીઓ રતનપર ગામમાં ભાડાના મકાનોમાં રહે છે. જોકે, ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હંગામો મચાવે છે અને દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથેની બબાલ અગાઉ પણ સામે આવી હતી. જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટની ઘટનાઓ બની હતી. તાજેતરની ઘટનામાં પણ ગામલોકો અને વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. સ્થાનિકોએ પોલીસને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી શાંતિ જાળવવા માટે પગલાં લેવાની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો