મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: 23 વર્ષીય યુવકે કર્યો આપઘાત, ગળામાં કટર મારી જીવન ટુંકાવ્યું

રાજકોટમાં એક યુવકે ગળામાં કટર મારીને આપઘાત કરી જીવ ટૂંકાવતા સનસનાટી મચી ગઈ છે. શહેરના રાજનગર ચ

Rajkot News: 23 વર્ષીય યુવકે કર્યો આપઘાત, ગળામાં કટર મારી જીવન ટુંકાવ્યું

રાજકોટમાં એક યુવકે ગળામાં કટર મારીને આપઘાત કરી જીવ ટૂંકાવતા સનસનાટી મચી ગઈ છે. શહેરના રાજનગર ચોકમાં મેઘમાયા નગર શેરી નં. 5 માં રહેતા યુવકે આપઘાત કર્યો છે. 23 વર્ષીય યુવકે આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી છે. 

રાજકોટ શહેરના રાજનગર ચોક નજીક મેઘમાયા નગરમાં રહેતા 23 વર્ષીય યુવક રોહિત વોરાએ આપઘાત કરી લીધો. રોહિતે ગળામાં કટર મારી પોતાનું જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં માલવિયા નગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી છે. આપઘાતનુ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ પોલીસે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે. રોહિતના આપઘાતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.   

આ સમાચાર શેર કરો