VIDEO: ડિમોલિશન દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઘર્ષણ, જાણો શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા


સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલું ત્રણ માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ચોટીલા મહંત પરિવાર દ્વારા આ મામલે વિરોધ કરતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો.
દબાણના કારણે 40 ફૂટનો રોડ 20 નો થઇ ગયો
ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ના પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે ૪૦ ફૂટ પહોળાઈનો રસ્તો રાખેલ છે. પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે ૧૦-૧૦ ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણ કરી ૪૦ ફૂટનો રસ્તો માત્ર ૨૦ ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આ રસ્તા પર પસાર થતા હાલાકી પડતી હતી. ત્યારે હવે રસ્તા પરના દબાણો દૂર થતા રસ્તો પહોળો થતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીમાંથી રાહત મળી છે.



