VIDEO: પાટણમાં એક જ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ, એક મહિલાને ગંભીર ઈજા
પાટણ જિલ્લાના રાધનપુરના જેઠાસર ગામમાં એકજ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બંને જૂથો દ્વારા એકબીજા
પાટણ જિલ્લાના રાધનપુરના જેઠાસર ગામમાં એકજ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બંને જૂથો દ્વારા એકબીજા તરફ પથ્થરમારો કરાયાની સમગ્ર ઘટનાનો વિડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. આ હુમલામાં એક મહિલાને ગંભીર ઇજા થતાં ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં 5 મહિલાઓ અને 4 પુરુષો સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




