VIDEO: શીલજ આનંદ નિકેતન સ્કૂલનો દાવો: ૧૦ હજારના દંડની કોઈ નોટિસ મળી નથી
અમદાવાદની શીલજ આનંદ નિકેતન સ્કૂલે ૧૦,૦૦૦ના દંડ અને વધુ ફી વસૂલવાના વિવાદ

અમદાવાદની શીલજ આનંદ નિકેતન સ્કૂલે ૧૦,૦૦૦ના દંડ અને વધુ ફી વસૂલવાના વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. સ્કૂલના હેડ ઓફ ઓપરેશન્સ આરતી દુબેએ જણાવ્યું છે કે, તેમને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી દંડ કે અન્ય કોઈ પણ બાબતની કોઈ જ નોટિસ મળી નથી.તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, એફઆરસી અને વધુ ફી વસૂલાત અંગેના આરોપોની તેમને કોઈ જાણ નથી. સ્કૂલે FRCનો લેટેસ્ટ ઓર્ડર અને ફીનું માળખું પોતાની સત્તાવાર વેબસાઈટ તેમજ સ્કૂલની બહાર નોટિસ બોર્ડ પર પહેલેથી જ મુકેલું છે. સ્કૂલની ઓફિશિયલ સાઈટ કે મેઈલ આઈડી પર હજુ સુધી આવી કોઈ નોટિસ આવી નથી.



