સુરતની સિવિલ હોસ્પિટલના તબિબે કર્યો આપઘાત, રહસ્યમય સંજોગોમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું
સુરતમાં આપઘાતના બનાવમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલના તબ

સુરતમાં આપઘાતના બનાવમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલના તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ઇન્ટર્નશીપ કરતા તબીબના આપઘાતથી તબીબી જગતમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અડાજણના સાંઈ જ્યોત રો હાઉસ ખાતે રહેતા 25 વર્ષીય રાહુલ ચંદાનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું. રાહુલે શા માટે આપઘાત કર્યો તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. રાહુલ ઘરે એકલો હતો. એ દરમિયાન તેણે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાવવામાં આવ્યો હતો.
શોકની લાગણી
એમબીબીએસની ઇન્ટર્નશીપ કરતા રાહુલ ચંદાનીએ શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, પરિવારજનો દ્વારા પણ રાહુલના આપઘાતને લઈને કોઈ જ વિગત આપવામાં આવી નથી. ત્યારે આશાસ્પદ તબીબના અચાનક આપઘાતને લઈને અલગ અલગ શરૂ થયા છે.








