મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માતૃ ગ્રીન એનર્જી પ્લાન્ટમાં કામગીરી વિના જ નાણાં ચૂકવાયા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો

પાટણમાં માખણીયા પાસે આવેલા માતૃ ગ્રીન એનર્જી પ્લ

પાટણમાં માખણીયા પાસે આવેલા માતૃ ગ્રીન એનર્જી પ્લાન્ટમાં કામગીરી વિના જ નાણાં ચૂકવાયા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કર્યો છે. અગાઉના ચીફ ઓફિસરોએ કામગીરીને અસંતોષકારક ગણી હોવા છતાં, આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે ફરીથી નવું ટેન્ડર આપવાની હિલચાલ ચાલી રહી છે.આક્ષેપ છે કે અધિકારીઓ અને શાસક પક્ષની મિલીભગતથી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એક તરફ પ્લાન્ટમાં કચરાનો નિકાલ થતો નથી, તો બીજી તરફ નવી ટેન્ડર પ્રક્રિયામાં તે જ કંપનીને સામેલ કરવાની તૈયારીથી પાલિકાની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

આ સમાચાર શેર કરો