મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સિટી બસ ફરી આવી વિવાદમાં, મહિલા કન્ડક્ટરે મુસાફરો સાથે કર્યુ અસભ્ય વર્તન

સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ અને BRTS બસને લઈને વિવાદ સ

સુરતની સિટી બસ ફરી આવી વિવાદમાં, મહિલા કન્ડક્ટરે મુસાફરો સાથે કર્યુ અસભ્ય વર્તન

સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ અને BRTS બસને લઈને વિવાદ સતત સામે આવતા રહે છે. ખાસ કરીને સીટી બસની અંદર ડ્રાઇવરો જે રીતે બસ હંકારે છે તેમજ કંડકટર મુસાફરો સાથે અસભ્ય વર્તન કરે છે. આવી ઘટનાઓ સતત બનતી રહે છે. ફરી એકવાર રૂટ નંબર-305 પર મહિલા કંડકટર દ્વારા મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભરૂચમાં દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, તબીબની બેદરકારીના પરિવારજનોના આક્ષેપ 

80 ટકા ટિકિટ અપાતી નથી

સુરત શહેરમાં ચાલતી સિટી બસ રૂટ નંબર-305 પીયુસ પોઇન્ટ પાસે એક મહિલા દ્વારા ટિકિટ મંગાતા મહિલા કંડક્ટરની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. આખી જ બસને ટિકિટ આપી નથી. સુરત શહેરની 70થી 80 ટકા બસમાં ટિકિટ વગર જ લોકો મુસાફરી કરે છે.ટિકિટ માંગવામાં આવતા કંડકટર દ્વારા એવું કહેવામાં આવે છે કે, મશીન બંધ છે અથવા ટિકિટ છેલ્લે સુધી આપતા નથી. આવું ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ, બસ સંચાલકો કે અધિકારીઓ આના પર કોઈ ધ્યાન આપતા નથી અને તેનાથી મહાનગરપાલિકાને મોટું નુકસાન થતું હોય છે.

મુસાફરોની હાજરીમાં અસભ્ય વર્તન

સિટી બસની મહિલા કંડકટરે પહેલા તો બસમાં એક મહિલા મુસાફર સાથે માથાકૂટ શરૂ કરી હતી. ટિકિટ બાબતે શરૂ થયેલી માથાકૂટમાં તેણે વધુ ઉગ્ર થઈને મહિલા સાથે વ્યવહાર કરતા આસપાસના મુસાફરો પણ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, મહિલા મુસાફર જે વાત કરી રહી છે તે સાચું છે કારણ કે, તમે બસમાં કોઈને ટિકિટ આપી રહ્યા નથી અને ફક્ત રૂપિયા લઈ રહ્યા લઈ રહ્યા છો. અમે પણ ટિકિટ માંગી પરંતુ, તમે અમને પણ ટિકિટ આપી નથી અને મહિલા સાથે તમે ખોટી રીતે વ્યવહાર કરી રહ્યા છો. તેની સામે મહિલા કંડક્ટરે કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરો મેં બધાને ટિકિટ આપી જ છે. ત્યારે બધા મુસાફરો એક સૂરમાં કહ્યું કે, મહિલા કંડક્ટરે કોઈને ટિકિટ આપી નથી.મહિલા કંડકટર દ્વારા ટિકિટ આપી ન હોવાની કબૂલાત અન્ય મુસાફરોએ પણ કરી હતી.

તપાસ કરી કાર્યવાહી કરાશે

સિટી લીંકના કોર્ડીનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું કે, અમારા ધ્યાન પર આવ્યું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવ્યો છે. મહિલા કંડકટર દ્વારા મુસાફરો સાથે આ પ્રકારે અશોભનીય વર્તન કરવું એ ક્યારેય ચલાવી લેવાય તેમ નથી. મહિલા કંડક્ટર સામે ડિસિપ્લિનરી લેવાશે. મહિલા કંડક્ટર હોય કે કોઈપણ વ્યક્તિ હોય મુસાફરો સાથે આવું વર્તન યોગ્ય નથી.

આ સમાચાર શેર કરો