મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર: દડીગામમાં 9 વર્ષની બાળકી સહિત ત્રણ લોકો પર રીંછે કર્યો હુમલો

છોટાઉદેપુર તાલુકાના દડીગામમાં એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાય

છોટાઉદેપુર: દડીગામમાં 9 વર્ષની બાળકી સહિત ત્રણ લોકો પર રીંછે કર્યો હુમલો

છોટાઉદેપુર તાલુકાના દડીગામમાં એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો હતો.વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા રાઠવાને કમરના ભાગે રીંછે બચકા ભર્યા બાદ ઘર આંગણે દાતણ કરી રહેલા ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યો હતો.જોકે ત્યાર બાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો.

સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા રાઠવાને કમરના ભાગે રીંછે બચકા ભર્યા

લોકોએ જાણ કરતા વન વિભાગ દોડી આવ્યો હતો. રીંછને કુવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કરતા તેમની આંગળીઓમાં ઇજા પહોંચી હતી

ત્રણેય ઇજાગ્રસ્તો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ત્રણેય ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે.તેમજ હુમલા બાદ રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન કર્યો હતો.રીંછને પાંજરે પુરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો