મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના વાતાવરણમાં અચાનક પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી વરસાદ ખાબકતા પ્રસરી ઠંડક

છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે આજે વલસાડ જિલ્લ

વલસાડના વાતાવરણમાં અચાનક પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી વરસાદ ખાબકતા પ્રસરી ઠંડક

છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે આજે વલસાડ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.

ખેડૂતોમાં ખુશાલી

વાપી-વલસાડ વિસ્તારમાં લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ પડે તો ઉભા પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે તેમ છે. જેથી આગામી સમયમાં ભારે વરસાદ પડે તેવી આશા ધરતીપુત્રો રાખી રહ્યાં છે.

શહેરીજનોમાં ખુશાલી

વરસાદે થોડા સમયથી ખેંચાવતા વાતાવરણમાં ગરમી હતી. જેથી લોકો બફારાનો અનુભવ કરી રહ્યા હતાં. જેથી વરસેલા વરસાદના પગલે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. જેથી શહેરીજનોમાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો હતો. વરસાદ ઝાપટા સ્વરૂપે સતત વરસે તો ખૂબ જ મજા પડે તેવી આશા સેવી રહ્યા હતાં.

આ સમાચાર શેર કરો