મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરણ-12ની પરીક્ષામાં સફળતા સર કરનારા સામાન્ય પરિવારના સંતાનોએ કહ્યું-આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી 

સફળતાને આડે હિમાલય પણ આવતો ન હોવાની સાબિતી ધોરણ 12ના પરિણામમાં જોવા મળી હતી. સામાન્

ધોરણ-12ની પરીક્ષામાં સફળતા સર કરનારા સામાન્ય પરિવારના સંતાનોએ કહ્યું-આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી 

સફળતાને આડે હિમાલય પણ આવતો ન હોવાની સાબિતી ધોરણ 12ના પરિણામમાં જોવા મળી હતી. સામાન્ય પરિવારમાથી આવતા અને હાડમારીઓ વચ્ચે અભ્યાસ કરનારા સંતાનોએ સફળતા પ્રાપ્ત કરી છે. રોજની આઠથી 10 કલાકની સતત મહેનત કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ સફળતા પાછળ શાળા સહિતની સુવિધાઓની સાથે જ આકરી મહેનતનો કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું હતું.

આઈએએસ બનવાની ઈચ્છા

નાના વરાછામાં આવેલી સરદાર વિદ્યાલયમાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારી વિદ્યાર્થિની ખુમાણ હિરલ નરેશભાઈએ કહ્યું કે, મારે 95.73 ટકા આવ્યા છે. સાથે જ 99.96 પીઆર આવ્યા છે. સ્ટેટના પેપરમાં મારે 100 માર્કસ આવ્યા છે. રોજનું ચારથી પાંચ કલાકનું વાંચન કરતી હતી. આ સમગ્ર શ્રેય શાળા, શિક્ષકો અને પરિવારને જાય છે. હું આગળ આઈએએસ બનવા ઈચ્છું છું. ટ્રસ્ટી બાબુભાઈ રાદડીયાએ તમામ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે મોટિવેટ કર્યા હતાં.

 પિતાના અવસાનના મુશ્કેલ સમયે વચ્ચે પણ એ-વન મેળવ્યો

પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ સંકુલમાં અભ્યાસ કરતી અંકિતા શર્માએ એવન ગ્રેડ મેળવ્યો છે. અંકિતાના પિતાનું અવસાન ધોરણ 12ના અભ્યાસ દરમિયાન થયું હતું. છતાં હિંમત હારી નહોતી. શાળા દ્વારા સતત મોટિવેટ કરવામાં આવતી હતી. પિતાના અવસાન બાદ પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. ઘરનું ગુજરાન ચલાવવા માતા અને બહેન કામ કરતાં હતાં. ઘર કામની સાથે સાથે અંકિતા અભ્યાસનું પણ ધ્યાન રાખતી હતી. અંકિતાએ કહ્યું કે, આજે અમારા પરિવારની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે મેં ધોરણ 12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેની મને ખૂબ જ ખુશી છે. મારું આ પરિણામ મારા સ્વર્ગવાસી પિતાને સમર્પિત કરું છું.

સૂર્યોદયના સ્ટુડન્ટ ચમક્યાં

યોગીચોક વિસ્તારમાં આવેલી સૂર્યોદય એજ્યુકેશનના 12 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીઓમાં ઝીનલ ઝાલાવાડિયા, દયાળા રિદ્ધિ અને ટાઢાણી હર્ષને અનુક્રમે પ્રથમ ત્રણમાં સ્થાન મળ્યું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે, રોજે રોજની મહેનત ધાર્યુ પરિણામ અપાવે છે.સંચાલક મેહૂલભાઈ બાબરિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે તૈયારી કરાવવામાં આવતી હતી. જેનું આ પરિણામ છે.

પેપર સોલ્વ કરતા હતા

ઝાલાવાડિયા ઝીનલ વિજયભાઈને પ્રથમ ક્રમ મળ્યો છે. ઝીનલને એ-વન ગ્રેડ મળ્યો છે. ઝીનલે કહ્યું કે, હું રોજની આઠ કલાકથી વધુની મહેનત કરતી હતી. રોજની મહેનત અને પેપર સોલ્વ કરવાની કાળજી શિક્ષકો કરાવતાં હોવાથી આ પરિણામ મળ્યું છે. 

મહેનત રંગ લાવી

ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિજ્ઞાન પ્રવાહ ના ૮૧ વિધાર્થીઓમાંથી ૬ વિધાર્થીઓ A1 ગ્રેડ માં અને ૨૧ વિધાર્થીઓ A2 ગ્રેડ માં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષા માં ૧૪ જેટલા વિદ્યાર્થીઓ ૧૦૦ થી વધુ ગુણ મેળવ્યા હતા.સામાન્ય પ્રવાહ માં ૧૦૦ % પરીણામ મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારમાં અદ્ભૂત સફળતા મળી છે આ સાથે ૬ વિધાર્થીઓ A1 ગ્રેડ અને ૧૮ વિધાર્થીઓ A2 ગ્રેડ મેળવી‌ શાળા તેમજ માતા પિતા નું નામ રોશન કર્યું હતું. શાળાના ૧૦૦ થી પણ વધુ વિધાર્થીઓ B1અને B2 ગ્રેડ મેળવ્યા હતા અને શાળા ને શૈક્ષણિક સંસ્થાઓ માં એક આગવું સ્થાન અપાવ્યું હતું. શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા અને આચાર્ય ડો વિરલ એમ નાણાવટી દ્વારા આ વિધાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સિવિલ સર્વિસ,MBA,C.A,C.S, જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા આપી હતી.

આ સમાચાર શેર કરો