સુરતની શાળામાં ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશનની ભૂલકાઓએ કરી અનોખી ઉજવણી
ક્રિસમસનો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યૂ યર પાર્ટી સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય

ક્રિસમસનો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યૂ યર પાર્ટી સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે. તેનું કારણ સાંતા ક્લોજ બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવે છે. સમગ્ર વિશ્વમાં ન્યુયર વેલ્કમીંગ માતા-પિતાને વિશ્વ ફલકની ખુશીની અનુભૂતિ કરાવે છે. આવી જ અનુભૂતિ સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSE તેમજ GSEB ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિ-પ્રાઇમરી વિભાગના બાળકોને થાય તે માટે શાળાના કેમ્પસમાં જ 450થી વધુ પ્રી-પ્રાઇમરી ભૂલકાઓ માટે “TRIS JINGLEBASH”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતમાં હુમલાખોરોની ખેર નથી, BRTS બસ પર હુમલો કરનારાનું જાહેરમાં કઢાયું સરઘસ
રાત્રિ રોકાણ શાળામાં
શાળાના નાના ભૂલકાં અને તેમના શિક્ષકોએ શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં નાના ભૂલકાંઓ માટે શાળા કેમ્પસમાજ JUMPING (જમ્પિંગ),કાર્ટૂન કેરેક્ટર, DJપાર્ટી, રેમ્પવોર્ક, સેલફી ઝોન, ટેન્ટ હાઉસ, ફાયર કેમ્પ, લાઈવ પરફોર્મિંગ, સ્કાઇ ગેજેગિંગ, ફાયરક્રેકર શો,મૂવી શો જેવી પ્રવૃતિનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થીઓએ મીઠી ઊંઘ માણી
તમામ એકટીવી બાદ નાના ભૂલકાંઓ તેમના જ મિત્રો અને શિક્ષક મિત્રો સાથે શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ એ જ જગ્યા હતી. જેમાં આ તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃતિ કરતાં હોય છે. બીજા દિવસે એટલે કે સવારના આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા. પણ વાસ્તવિક્તા એ હતી કે આ ભૂલકાંઓને ઘરે જવું જ નહોતું કારણ કે તેમણે તો શાળાના સાંતા એટલે કે તેમના શિક્ષકો સાથે જ રહેવું હતું.








