રાજકોટ: ચીફ ફાયર ઓફિસરે 45 દિવસમાં 139 ફાયર NOC આપી, ACBએ કુલ 2.30 લાખ રૂપિયા કર્યા કબ્જે
રાજકોટના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ 45 દિવસમાં 139 ફાયર NOC કાઢી આપ્યાનો ખુલાસો થયો છે. NOC આપવામાં અનિલ મ

રાજકોટના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ 45 દિવસમાં 139 ફાયર NOC કાઢી આપ્યાનો ખુલાસો થયો છે. NOC આપવામાં અનિલ મારૂએ કોઇ વહિવટ કર્યો છે કે કેમ તે દિશામાં ACB તપાસ કરશે. ACBએ ચીફ ફાયર ઓફિસર મારૂની ઓફિસમાંથી રોકડા 2.30 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા.
2.30 લાખ રૂપિયા મળી આવ્યા
1.80 લાખ રૂપિયાની લાંચનું પેકેટ અને 50,000 રૂ.નું અન્ય પેકેટ મારુંની ઓફિસ માંથી મળી આવ્યું છે. સોમવારના રોજ ચીફ ફાયર ઓફિસરે અન્ય કોઈ પાસેથી લાંચ લીધી હતી કે કેમ તે અંગે ACB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.




