મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફાયર એનઓસીમાં ઠાગાઠૈયા કરતી 21 શાળાને નોટિસ ફટકારી

છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાની શાળાઓ ફાયર એનઓસી

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફાયર એનઓસીમાં ઠાગાઠૈયા કરતી 21 શાળાને નોટિસ ફટકારી

છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાની શાળાઓ ફાયર એનઓસી અંગે બેદરકારી દાખવતા આખરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આકરા પાણીએ થયા હતા. આખરે આવી જિલ્લાની કુલ 21 શાળાઓને નોટિસ ફટકારી દેવામાં આવી હતી.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી મેઝર્સ રૂલ્સ મુજબ ચોક્કસ ક્ષેત્રફળ ધરાવતાં શૈક્ષણિક હેતુસરનાં બિલ્ડિંગ ફાયર પ્રોટેક્શનની જોગવાઈ લાગુ પડે છે.  જેથી  આવી ઈમારતો માટે સ્થાનિક ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનાં ફાયર સેફટી સર્ટીફિકેટની લેવાની અને રિન્યુઅલ કરવાની જરૂર રહે છે. જેના પગલે જિલ્લાની 21 શાળાઓમાં FIRE NOC લેવાની થાય છે તેમ છતાં શાળાએ કોઈ જ કામગીરી નહોતી કરી. જેથી  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિફર્યા અને દિન ત્રણમાં બેદરકારી બદલ ખુલાસો માંગ્યો હતો.

આમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સાફ વાત  હતી જેમાં વિદ્યાર્થીઓની સલામતી સાથે સંકળાયેલ કામગીરીમાં નિષ્કાળજી ચલાવી શકાય નહી. વારંવાર સૂચના આપવા છતાં આ કામગીરી શાળાઓ  દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નથી. જે બાબતને ગંભીર ગણાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગેનો ખુલાસો દિન-૩ માં માંગતા ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો