Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Tribal community outraged over hydro project in 24 villages of Chhota Udepur

VIDEO: છોટાઉદેપુરના 24 ગામોમાં હાઈડ્રો પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના સર્વે માટે પહોંચેલી અધિકારીઓની ટીમને ગ્રામજનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કવાંટ અને નસવાડી તાલુકાના તુરખેડા, ગનીયાબારી અને ધારસીમેલ સહિતના 24 ગામોમાં સૂચિત હાઈડ્રો પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજમાં પોતાની જમીનો ગુમાવવાનો ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

App Store

ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ એકઠા થઈ અધિકારીઓને ઘેરી લીધા હતા અને તેમને ગામમાંથી પરત ભગાડ્યા હતા. સરપંચના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ પ્રોજેક્ટને લઈને ગ્રામજનો અને તંત્ર વચ્ચે મોટા સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે.