VIDEO: Chhota Udaipurમાં હવામાનમાં અચાનક પલટો; ભારે પવન સાથે ધોધમાર વરસાદ
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર તેમજ મેન હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોરદાર પવન સાથે વરસેલા વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળતાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

