VIDEO: Chhotaudepurની ક્લેક્ટર કચેરીમાં રખડતાં શ્વાનનો ત્રાસ, સિક્યુરિટી સામે ઉઠ્યાં સવાલ
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં પહેલા માળે આવેલા જિલ્લા કલેક્ટરના ચેમ્બર અને જિલ્લા પુરવઠા અધિકારીના ચેમ્બર પાસે રખડતા શ્વાન જોવા મળ્યા હતાં. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગનાની કચેરી પહેલા માળે આવેલી છે. ત્યાં સુધી શ્વાન પહોંચી ગયા હતા એટલે સિકયુરિટી વિભાગ પણ ધ્યાન આપતું નથી તે આના ઉપરથી ફલિત થાય છે. છોટાઉદેપુર જિલ્લા ની મહત્વ ની કચેરી ગણાતી જિલ્લા પુરવઠા વિભાગ ના મહિલા કર્મચારી એ શ્વાન ને ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે જિલ્લા સેવાસદન માં પણ રખડતા શ્વાન જોવા મળ્યા છે. છોટાઉદેપુર નગર પાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઈ ટીમ નથી કરોડો રૂપિયા ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા શ્વાન પકડવા માટે કોઈ કાર્યવાહી કરતી નથી.

