VIDEO: Chhotaudepurના કાડકોચ ગામે આશાવર્કરના મકાનમાં ચાલતી શાળા, વિદ્યાર્થીઓને નથી મળતી પાયાની સુવિધા
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાડકોચ ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા ચાલે છે. જેમાં 50 જેટલા બાળકો અભ્યાસ કરે છે. કાડકોચ ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બનતા ઇજેનરો દ્વારા ખંડેર ઓરડા જાહેર કરાયા છે. જેથી બાળકોને આ ઓરડામાં બેસવાનું જોખમ હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ પ્રાથમિક શાળા ચલાવવા માટે ગામની આશાવર્કર બેનના મકાનના ઓટલાના ભાગે વૈકલ્પિક વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી હતી. જેને આજે એક વર્ષનો સમય થઇ ગયો છે. હાલ ધોરણ 1 થી 5 ના 50 જેટલા બાળકો એક સાથે બેસે છે. પંખાની સુવિધા નથી.બાળકોને શૌચ ક્રિયા માટે બહાર ખુલ્લામાં જવું પડે છે. પીવાના પાણીની સુવિધા નથી. ગરીબ આદિવાસી સમાજના બાળકો શિક્ષણ મેળવવા માટે દરરોજ શાળામાં આવે છે. પરંતુ સારું શિક્ષણ ના મળતું હોવાથી બાળકો અભણ રહી જવાનો ડર વાલીઓને લાગે છે.

