Video: હાફેશ્વર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માણી બોટિંગની મજા, લાઇફ જેકેટ પહેરી કરી બોટ સવારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ હાફેશ્વરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરક્ષાના નિયમોનું પાલન કરતા લાઇફ જેકેટ પહેરીને નર્મદાના નીરમાં બોટિંગની મજા માણી હતી. હાફેશ્વરના કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. બોટિંગ દરમિયાન તેમણે સ્થાનિક વિસ્તાર અને પર્યટન સ્થળની સુવિધાઓ અંગે પણ નિરીક્ષણ કર્યું હતું. તેમની આ મુલાકાતને પગલે સ્થાનિકો અને ઉપસ્થિત આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત












