Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Contracts awarded without tender in model schools

VIDEO: Chhotaudepurની મોડલ સ્કૂલોમાં વગર ટેન્ડરથી ચાલતો કોન્ટ્રાક્ટ, 15 કરોડના વહિવટને લઈને નોટિસ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા એ છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ખાતે ચાલતી મોડેલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય માં મુલાકાત લીધી હતી. તે વખતે તેઓએ રસોડા ની મુલાકાત તેમજ અનાજ ના ગોડાઉન ની મુલાકાત લેતા તેમાં ભોજન ના કોન્ટ્રાક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન માં આપવામાં આવતી રોટલી કાચી આપવામાં આવતી હતી. તેમજ એક્સપાયરી ડેટ નું અનાજ મળી આવ્યું હતું. ફ્રૂટ માં ફક્ત કેળા જ આપવામાં આવતા હતા. તેની રજૂઆત વિદ્યાર્થીઓએ સાંસદને કરી હતી. જેને લઈને છોટાઉદેપુર ના સાંસદે છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર ને પત્ર લખ્યો હતો. જેમાં સાંસદની રજૂઆતને લઈને પ્રાયોજના વહીવટદારને છોટાઉદેપુર જિલ્લાની 21 શાળાઓની મુલાકાત લઈને 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. તેની ચકાસણી કરી હતી. તેમાં ક્ષતિઓ જણાતા ભોજનના કોન્ટ્રાક્ટર યુવરાજ કેટરિંગને નોટિસ આપી છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં 8 હજાર વિદ્યાર્થીઓને ભોજન આપવાનો ઈજારો વર્ષો થી વગર ટેન્ડરે આપવામાં આવે છે જયારે આ શાળાઓનું સંચાલન આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવે છે દરવર્ષે 15 કરોડ થી વધુ નો ખર્ચ વગર ટેન્ડરે કરવામાં આવે છે ભોજન ખરાબ આપતો હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા છતાંય ગાંધીનગર ના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાયોજના વહીવટદાર કોન્ટ્રાક્ટર ને નોટિસ આપીને સંતોષ માણી લે છે સાંસદ જયારે મુલાકાત લેતા હોય તે વખતે આવું ભોજન આપવામાં આવતું હોય અને તેની રજુઆત થતી હોય ત્યારે અધિકારીઓ અને ભોજન ના કોન્ટ્રાક્ટર ભેગા મળીને આખું રેકેટ ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે અનેક વખત અલગ અલગ ભાજપ ના નેતાઓએ ભોજન ના કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠાવ્યા છે કવાંટ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષે પણ કવાંટ તાલુકાના ગોજારિયા ખાતે મુલાકાત લીધી હતી તેમાં પણ એક્સપાયરી ડેટ નું અનાજ મળી આવ્યું હતું ત્યારે 15 કરોડ નો ખર્ચ બાળકો ને ભોજન આપવાનો કરવામાં આવે છે તેમાં પણ કટકી કરવામાં આવે છે અને ભાજપ ના નેતાઓ રજુઆત કરતા હોવા છતાંય અધિકારીઓ નોંધ લેતા નથી તેનો આ વરવો નમૂનો છે. 

App Store