Chhotaudepur: બોડેલીના પીઠા ગામ પાસે EECO CAR કારને અકસ્માત નડ્યો, 8 ઈજાગ્રસ્ત તો એકનું મોત

સોર્સ : gstv
ગુજરાત રાજ્યના છોટા ઉદેપુરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુરના બોડેલીના પીઠા ગામ પાસે EECO CAR કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું. જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઝાડ સાથે લોચો વળી ગયેલ કારમાંથી ઈજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બોડેલી ખાતે મોકલવામાં આવ્યા હતા.
અલીરાજપુર તરફ જતા અકસ્માત સર્જાયો
મધ્યપ્રદેશની ઇકો કાર જૂનાગઢથી શ્રમિકોને અલીરાજપુર તરફ જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કાર ડ્રાઈવરનું સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્ર, કચ્છ, કાઠીયાવાડ,તરફ જતા ખેત મજૂરોને લઇ ખાનગી વાહન ચાલકો અવર જવર કરતા હોય છે.

