Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : An aggressive presentation to the Taluk Development Officer on the issue of bogus doctors and folk-problems in Naswadi taluk.

VIDEO: નસવાડી તાલુકામાં બોગસ તબીબોના રાફડા અને લોક-સમસ્યાઓ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આક્રમક રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લાવાકોઈ સહિત સેંગપુર, ગઢ બોરીયાદ, રતનપુર અને કાંધા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટની વિકટ સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ આખરે તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ આક્રમક રજૂઆત કરી છે. ગ્રામજનોએ સરપંચોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળથી આવેલા અંદાજે ૧૦ જેટલા બોગસ ડોક્ટરો આ પંથકમાં ગેરકાયદેસર ક્લિનિકો ચલાવી ગરીબ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવતા લોકોની રજૂઆત બાદ હવે TDO દ્વારા સમગ્ર મામલે તપાસ કરાવી વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે.

App Store