VIDEO: અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે. અત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદની વાત કરીએ તો આજે બપોરે શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ
અચાનક ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસતા નીચાણવાળા સ્થળો પર પાણી ભરાયા હતા. શહેરના ગોતા, એસજી હાઈવે, બોપલ, વસ્ત્રાપુર, વટવા, કોટ વિસ્તાર, નારોલ, જશોદાનગર, મણિનગર, ઘાટલોડિયા, હાટકેશ્વર, હાંસોલ, સીજી રોડ સહિતાન વિસ્તારોમાં વરસાદ વરસતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




