મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરાથી 11 મોત : ગાંધીનગરની 15 મહિનાની બાળકીનું મોત, મહેસાણામાં વધુ એક કેસ

Chandipura virus in Gujarat : ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છ

ગુજરાતમાં ચાંદીપુરાથી 11 મોત : ગાંધીનગરની 15 મહિનાની બાળકીનું મોત, મહેસાણામાં વધુ એક કેસ

Chandipura virus in Gujarat : ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા વાયરસના પ્રકોપે તંત્રની ચિંતા વધારી દીધી છે. હાલમાં મળતી માહિતી મુજબ વધુ મહેસાણાના બાળકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે, જ્યારે પંચમહાલની એક બાળકીનું વડોદરાની હોસ્પિટલમાં મોત નિપજતાં અને ગાંધીનગરની 15 મહિનાની બાળકીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થતા કુલ આંકડો 11 પર પહોંચ્યો છે. 

ડોક્ટરોએ મૃતકોના સેમ્પલ પૂણે મોકલી મોકલી દીધા છે જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 16થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા છે જેમાંથી 11ના મોત થયા છે. 

ગાંધીનગરની 15 મહિનાની બાળકીનું મોત 

ભાટ ટોલ ટેક્સ પાસે છાપરા વાસમાં રહેતા પરિવારની 15 મહિનાની બાળકીને 4 જુલાઈના રાતે ઝાડા જેવુ લાગતા લક્ષ્મી હોસ્પિટલ દહેગામ ખાતે બતાવેલ અને 1  દિવસ માટે દાખલ કરવામાં આવી હતી,  તેમજ બીજા દિવસે 5 જુલાઈના ડીસ્ચાર્જ કરવામાં આવી હતી.

પરંતુ ફરીથી ઉલ્ટી શરુ થતા 6 જુલાઈએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને વાઈરલ ચાંદીપુરાના લક્ષણો જણાતા 15 જુલાઈએ બાળકીનનું સેમ્પલ NIV PUNE ચાંદીપુરા વાયરસ માટે મોકલવામાં આવ્યું હતું. 16 જુલાઈના રોજ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. 

મહેસાણામાં નવો કેસ

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ વિજાપુરના ડાભલાના સડકાપુરામાં સામે આવ્યો છે. આ સાથે જ ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય ખાતુ દોડતું થયું. ખેતરમાં રહેતા પરિવાર ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા જણાયા બાદ હાલમાં વડનગર હોસ્પિટલ ખાતે બાળક સારવાર હેઠળ છે. 

તંત્રના ધ્યાને આવતા બાળકના ઘરે અને ગામમાં દવાનો છંટકાવ કરાયો હતો. ચાંદીપુરાના શંકાસ્પદ બે કેસ મળતા વસઈ આરોગ્ય ખાતાના તાબામાં આવતી તમામ શાળાઓમાં એલર્ટ રહેવાની નોટિસો અપાઇ હતી.

રેત માખ કરડવાથી થાય છે ચાંદીપુરા

ચાંદીપુરા વાઈરસ વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાય (રેત માખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો એવી પણ રાજ્ય સરકારે સલાહ આપી છે.  

આ સમાચાર શેર કરો