ચાંદીપુરા વાયરસ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, પીઆઇસીયુ વોર્ડની લીધી મુલાકાત
સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસ મામલે સરકાર સરકાર સફાળી જાગી છે. રાજ્યના આરો

સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસ મામલે સરકાર સરકાર સફાળી જાગી છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઋષિકેશ પટેલે પીઆઇસીયુ વોર્ડની મુલાકાત લીધી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ ધારાસભ્ય વી.ડી ઝાલા પણ જોડાયા હતા. આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે ચાંદીપુરા માટે ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસના કેસ અંગે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે થોડો ડર હતો, પરંતુ જ્યારે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યો ત્યારે તે 7 સેમ્પલમાંથી 1 પોઝિટિવ અને 6 નેગેટિવ પરિણામ નોંધાયા છે. અહીં દરેક ગામમાં માર્ગદર્શિકા આપવામાં આવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CHC, કલેક્ટર, BDO, મેડિકલ કોલેજ સાથે વાતચીત કરી છે અને જરૂરી માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં કુલ 47 કેસ છે અને 3 કેસ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે જેમાંથી 16 લોકોના મોત થયા છે.
ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?
- ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
મચ્છર- માખીના કારણે ચાંદીપુરા વાયરસનો લાગે છે ચેપ
સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી






