મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સત્તા સામે ન ઝુકવાના કારણે ચૈતરને નિશાનો બનાવાયોઃ ઈટાલિયા

દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છ

દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ચુકાદાને આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવી આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે સત્તા સામે ન ઝૂકવાના કારણે અને આદિવાસીઓના હક માટે લડવા બદલ ચૈતર વસાવાને નિશાન બનાવી ફસાવવામાં આવ્યા છે. આપ પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપને ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતા અને આદિવાસી અસ્મિતા સામે લડત ખૂંચતી હતી, તેથી જ ખોટી ફરિયાદો કરાવી તેમને સજા કરાવવામાં આવી છે. આપ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ અન્યાય વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડશે અને ઉપલી અદાલતમાં જઈ ન્યાય મેળવશે. આ સાથે જ આદિવાસી સમાજ આ રાજકીય કિન્નાખોરીનો જડબાતોડ જવાબ આપશે.

આ સમાચાર શેર કરો