મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

નર્મદા રાજપીપળાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને

નર્મદા રાજપીપળાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. અદાલતે ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને અલગ-અલગ આરોપ હેઠળ સજા આપી છે. તમામ આરોપીઓને કુલ 96 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા પર વધારાના 50 હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. સજા ફટકારતા તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલ ખસેડવામાં આવશે. 7 વર્ષની સજા હોવાથી જામીન મેળવવા માટે ધારાસભ્યે હાઈકોર્ટ જવું પડશે. આ ચુકાદાથી ભરૂચ-નર્મદા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

આ સમાચાર શેર કરો