VIDEO: ભાજપના નેતાઓની હાજરીમાં AMC સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ખુરશીઓ ઉપડાવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બાળકો શિક્ષણ અને જ્ઞાન મેળવવા માટે આવતા હોય છે પરંતુ અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બાળકો શિક્ષણ અને જ્ઞાન મેળવવા માટે આવતા હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બાળકોને શિક્ષણની સાથે મજૂરી પણ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અસારવાની વીર શહીદ ગોપાલસિંહ ભદોરીયા મ્યુનિસિપલ સ્કૂલમાં ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય સહિતના નેતાઓની હાજરીમાં બાળકો પાસે ખુરશીઓ ઉચકાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મ્યુનિસિપાલિટી સંચાલિત સ્કૂલના એક કાર્યક્રમમાં હાજર નેતાઓ અને શિક્ષકોના બેસવા માટે પાંચ વિદ્યાર્થી ભેગા થઈને ખુરશીઓ લઈ જઈ રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. ભાજપના નેતાઓની હાજરીમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે આ રીતે મજૂરી કરવામાં આવતી હોવાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.




