મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિકાસના નામે મજાક: વાઘોડિયાના ફ્લોડમાં આંગણવાડીની દીવાલો પર પ્લાસ્ટરને બદલે સિમેન્ટના પાણીના લિસોટા માર્યા, ભ્રષ્ટાચારની પોલ ખુલી

વડોદરાના વાઘોડિયાના ફ્લોડ ગ્રામ પંચાયતમા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આ

વડોદરાના વાઘોડિયાના ફ્લોડ ગ્રામ પંચાયતમા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લાગ્યો છે. તેમજ બિલની ચુકવણી સ્થગિત કરીને ગ્રામ પંચાયત પાસે ખુલાસો પણ માંગ્યો છે. ફ્લોડ ગ્રામ પંચાયતમાં રોડ, ગટર લાઈન, શેડ અને આંગણવાડિમા એસ્ટીમેન્ટ મુજબ કામગીરી ન થયા હોવાને લઈને ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજુઆત બાદ MLAએ અઘિકારીઓને દોડતા કર્યા હતા. તપાસ કરનાર અઘિકારીઓને વિકાસના કામો ગુણવત્તા વિહીન અને એસ્ટીમેટ મુજબ નહિ થયાનુ ધ્યાને આવ્યું હતું. તો બીજી બાજુ આંગણવાડીમાં રિપેરિંગ કામના નામે મશકરી કરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.  આંગણવાડીમાં પ્લાસ્ટર કરવાના બદલે  સિમેન્ટને પાણીમા નાંખી દિવાલ પર બ્રશ ફેરવી તિરાડો પુરવાનો પ્રયાસ કરાયો હતો. પ્લાસ્ટર કરવાના બદલે આડા ઊભા સિમેન્ટના પાણીના લિસોટા પાડી કામ પૂરું કર્યાનુ ચિત્ર ઊપસાવ્યુ હતું. અધિકારીઓ જ્યારે દિવાલ પર હાથ ફેરવતા સિમેન્ટ ખંખેરાવવા લાગ્યુ ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા.  તદ્દન હલકી ગુણવત્તા વાળું રિપેરીંગ કામ કરાતા આંગણવાડીમાં આવતા નાના ભુલકાઓના જીવ  જોખમમાં મુકવાનો પ્રયાસ થયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે સવાલ છે.

આ સમાચાર શેર કરો