Vadodara: મકરપુરા GIDCમાં આવેલી કંપનીમાં તસ્કરોનો હાથફેરો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે.શહેરના મકરપુરા જીઆઈડીસીમાં વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરોએ હાથ ફર

વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે.શહેરના મકરપુરા જીઆઈડીસીમાં વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરોએ હાથ ફરો કર્યો અને અંદાજે ત્રણ લાખની એસએસની પ્લેટોની પ્લેટની ચોરી કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં સામે આવ્યા છે, જેમાં ચાર લોકો ટેમ્પામાં આવે છે અને એસએસની પ્લેટો ચોરી કરીને ફરાર થાય છે. ત્યારે આ મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ આ કંપનીની આસપાસ ચોરીનો બનાવ બની ચુક્યો છે. ચોરીની ઘટનાને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.




