મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: દૈવ્યકૃત ફાઉન્ડેશન દ્વારા "એક ધનતેરસ આવી પણ"ના નામે અનોખી રીતે દિવાળીની ઉજવણી

દિવાળીનો તહેવાર શરુ થયો છે ત્યારે આ તહેવારમાં ધનતેરસના

અમદાવાદ: દૈવ્યકૃત ફાઉન્ડેશન દ્વારા "એક ધનતેરસ આવી પણ"ના નામે અનોખી રીતે દિવાળીની ઉજવણી

દિવાળીનો તહેવાર શરુ થયો છે ત્યારે આ તહેવારમાં ધનતેરસના દિવસને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે સામાન્ય રીતે લોકો તેમની ક્ષમતા અનુસાર કંઈક ને કંઈક ખરીદે છે. આ સાથે જ કુબેર દેવ અને દેવી લક્ષ્મીની ધન, ધીરજ અને અન્ન માટેની પૂજા અર્ચના કરે છે.

ત્યારે આ બધાની વચ્ચે હંમેશા જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં ખુશીઓ ફેલાવવાનો પ્રયાસ કરતું અમદાવાદ સ્થિત દૈવ્યકૃત ફાઉન્ડેશનના નામે એક NGO ચાલે છે. તેમણે આ વર્ષે ધનતેરસે સમાજને એક મેસેજ પહોંચે અને તેમની પ્રવૃત્તિથી શુભ કાર્ય કરવાનું લોકોને પ્રોત્સાહન મળે તે હેતુએ એક અલગ જ રીતે ધનતેરસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

દૈવ્યકૃત ફાઉન્ડેશન દ્વારા હિંમતનગરના ખેડ-તસિયા રોડ ઉપરના ઝુંપડામાં રહેતી કેટલીક ગરીબ દીકરીઓ જેમને સાક્ષાત લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે તેમના ચહેરા ઉપર ખુશીઓ લાવવાનો નિર્ણય કરી તેમની સાથે ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી. 

આ ઉજવણી દરમિયાન શહેરના નામાંકિત વિ કુમાર ફેમિલી સલુનમાં દીકરીઓને હેર શેમ્પૂ, હેર ગ્લો અને સ્ટાઈલિશ હેર કરી સોહમ શો-રૂમમાંથી આ દીકરીઓને મનપસંદ કપડા અપાવીને દીકરીઓને સુંદર રીતે તૈયાર કરાઈ હતી. ત્યાર બાદ માર્ટીનોઝ પિત્ઝામાં લઇ જઈને દીકરીઓને ભોજન કરાવી દીકરીઓની દિવાળી યાદગાર બનાવી.

સોહમ, વિ કુમાર ફેમિલી સલુન અને મર્ટિનોઝ પિત્ઝા દ્વારા વિનામૂલ્યે આ ત્રણેય સંસ્થાનોએ આ સેવાઓ પૂરી પાડી દિવાળી પહેલાં જ માનવતાના દીપ પ્રગટાવ્યા હતા. 

આ સાથે જ દૈવ્યકૃત NGO તરફથી દીકરીઓનું કંકુ તિલક કરી સન્માન કરી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. તે ઉપરાંત દીકરીઓની રહેઠાણની વસ્તીના દરેક પરિવારમાં ઘઉંના લોટનું વિતરણ કરી આ દિવાળી તહેવારને સૌની સાથે મનાવ્યો હતો.

આ સમાચાર શેર કરો