મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતીઓ સિમાડા સાચવનાર જવાનો સાથે ઉજવી દિવાળી, ગીફ્ટ-મિઠાઈની સાથે આપી પારિવારિક હૂંફ

શહીદો અને સેનાના જવાનો પ્રત્યુ સુરતીઓ અનેરી લાગણી અનુભવે છે. દેશના સિમાડા સ

સુરતીઓ સિમાડા સાચવનાર જવાનો સાથે ઉજવી દિવાળી, ગીફ્ટ-મિઠાઈની સાથે આપી પારિવારિક હૂંફ

શહીદો અને સેનાના જવાનો પ્રત્યુ સુરતીઓ અનેરી લાગણી અનુભવે છે. દેશના સિમાડા સાચવનારા જવાનોને કોઈને કોઈ વાર તહેવારે કે પ્રસંગે પારિવારિક હૂંફ આપવાનું ચૂકતા નથી. ત્યારે આ વખતે દિવાળીના પ્રસંગે સુરતથી બોર્ડર પર જઈને મિઠાઈની સાથે ગીફટ આપવાની સાથે પારિવારિક પ્રેમ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અલગ અલગ બોર્ડર પર ગયા

સુરતના જય વિરતા ફાઉન્ડેશનની ટીમ દ્વારા સુરતથી દેશનાં સીમાડા સાચવતા બોર્ડર પર તૈનાત વીર જવાનો માટે ભુજ હરામી નાળાથી લઈને જમ્મૂ પર ભારત પાક. બોર્ડર "0" પોઇન્ટ સુધીનો પ્રવાસ ખેડવામાં આવ્યો હતો. દેશની અલગ અલગ બોર્ડર પર જઈ દિવાળી ગીફ્ટ અને મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી.

જવાનોમાં જોવા મળી ખુશી

આ સમગ્ર યાત્રા પાંચેક દિવસની રહી હતી.જેનો અનુભવ શેર કરતાં જગદીશ માણિયાએ કહ્યું કે, આપણે ઘર આંગણે ત્યારે દિવાળી ઉજવી શકીએ છીએ. જ્યારે આપણા દેશના જવાનો પોતાના તહેવારો ન ઉજવીને દેશના સિમાડા સાચવી રહ્યાં છે. આ આપણી સૌ કોઈ દેશવાસીઓની ફરજ છે કે, આપણે પણ તેમના માટે કંઈ કરીએ. બસ અમે એક પ્રેમ લઈને ગયા હતાં. જેનાથી જવાનોમાં પણ હરખ જોવા મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો