મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ ચીફ ફાયર ઓફિસરના ભાઇ-ભાભી બે વર્ષ પહેલા લાંચ લેતા ઝડપાયા, એક પરિવારના ત્રણ સભ્યો ACBના સકંજામાં

રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના લાંચ લેવાના મામલમાં નવો વળાંક આવ્યો છે. બે વર્ષ પહેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના સ

રાજકોટ ચીફ ફાયર ઓફિસરના ભાઇ-ભાભી બે વર્ષ પહેલા લાંચ લેતા ઝડપાયા, એક પરિવારના ત્રણ સભ્યો ACBના સકંજામાં

રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના લાંચ લેવાના મામલમાં નવો વળાંક આવ્યો છે. બે વર્ષ પહેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા. અનિલ મારુનાં ભાભી (કકુબેન મારુ) વર્ષ 2021માં ભુજના કુકમા ગામના સરપંચ પદે રહી ચૂક્યા છે.

5 લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યા 

 કુકમા ગામના સરપંચ પદ પર હતા ત્યારે તેમણે ઓગસ્ટ ૨૦૨૧ માં રૂ.૧ લાખની અને તેના ભાઈ રૂ.૪ લાખ સાથે રંગે હાથ ACBએ દબોચ્યા હતા. જેતે વખતે અનિલ મારુના ભાઈ-ભાભીને લાંચ કેસમાં પકડનાર અધિકારીએ જ અનિલ મારુને પણ લાંચ મામલે દબોચ્યો છે.

ચીફ ફાયર ઓફીસરે ફરિયાદી પાસે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી

ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા RMCના ફરિયાદી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુ પાસે ફાયર NOC માંગવા ગયા હતા. ત્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરે ફરિયાદી પાસે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ 1.20 લાખ રૂપિયા ત્યારે આપી દીધા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં આપી જશે એવું કહ્યું હતું. 

આ સમાચાર શેર કરો