VIDEO : અમદાવાદમાં ટીફીનમાંથી નીકળી મોટી ઈયળ, ફરિયાદ કરતા રેસ્ટોરન્ટ સંચાલકે આપ્યો આવો જવાબ
AHMEDABAD NEWS : ખાદ્ય સામગ્રીઓમાં જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ

AHMEDABAD NEWS : ખાદ્ય સામગ્રીઓમાં જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવેલા ટીફીનમાંથી ઈયળ નીકળી છે. ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓઓએ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ટીફીનનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. ટીફીન ખોલીને જમવા બેસતા શાકભાજીમાં સફેદ ઈયળ મારેલી નજરે પડી હતી.
પુરોહિત રેસ્ટોરન્ટમાં ફોન કરીને તેમના ટીફીનમાં ઈયળ નીકળી હોવાની ફરિયાદ કરી તો રેસ્ટોરન્ટ સંચાલકે કહ્યું કે ચોમાસાનું વાતાવરણ છે એટલે લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. તમે તે ટિફિન રાખી મુકો, બીજું ટીફીન તમને મોકલાવીએ છીએ.
જોકે ટીફીન મંગાવનારાઓએ તરત જ AMCમાં ઓનલાઈન ફરિયાદ કરીને આખી ઘટના જણાવી પુરોહિત રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જુઓ આ વીડીયો :






