અમદાવાદમાં માતા-પુત્રને ટક્કર મારનાર કાર ચાલક ઝડપાયો
અમદાવાદમાં ન્યુ સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનના કેસમાં કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. કાર ચાલક મા

અમદાવાદમાં ન્યુ સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનના કેસમાં કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. કાર ચાલક માતા-પુત્રને ટક્કર મારીને ભાગી ગયો હતો. પોલીસે હ્યુમન રિસોર્સની મદદથી કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં અકસ્માત કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદના ન્યુ સાયન્સ સિટીમાં હિટ એન્ડ રન કેસમાં માતા-પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક જયદીપ વઘાસિયાની ધરપકડ કરી છે. કાર ચાલકને ઝોકું આવી જતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ઘટનામાં માતા-પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી. બનેવીની હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી કાર ચાલક બે ત્રણ દિવસથી ઊંઘ્યો ના હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક જયદીપ વઘાસિયા હૉસ્પિટલથી બોપલ તરફ જતા હતા આ દરમિયાન કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
જીવુબેન ભલગરીયા પોતાના પુત્ર સાથે ન્યુ સાયન્સ સીટી રોડ, શ્રીજી પાર્ટી પ્લોટ પાસેના કટ ઉપરથી ચાલતા પ્રસાર થતા હતા. આ દરમિયાન ઉમીયા સર્કલ તરફથી એક કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આ બન્નેને ટક્કર મારી હતી. તે બાદ કાર ચાલક ભાગી ગયો હતો. માતા-પુત્રને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઇને અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે રાજકોટ જિલ્લાના કોટડા (સાંગાણી)ના માણેકવાડાના જયદીપ વઘાસિયાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.






