મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari: શ્વાનને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ, એકનું મોત, 3 બાળકો ઘાયલ

નવસારી શહેરમાં મંગળવાર મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો હતો. તીઘરાથી કબ

Navsari: શ્વાનને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ, એકનું મોત, 3 બાળકો ઘાયલ

નવસારી શહેરમાં મંગળવાર મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો હતો. તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કારને ભયંકર અકસ્માત નડ્યો હતો, જેમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ બાળકોને ઈજા પહોંચી છે.

મળતી માહિતી અનુસાર કાર ચાલક શ્વાનને બચાવવા જતા કાર સેન્ટ્રલ મોલના ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે બાદ પ્રદિપ સુથાર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું  હતું અને અન્ય ત્રણ બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકની હાલત ગંભીર ગંભીર છે. ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસ પહોંચી હતી. મૃતદેહને હાલમાં પોલીસે પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યારે પ્રદિપ સુથારનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 

આ સમાચાર શેર કરો