દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ચાલતા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ, મહિલાનું મોત, ચારને ઈજા
દિવાળી વેકેશન પૂર્ણ થાય તે અગાઉ અકસ્માતો ઠેર ઠેર સર્જાઈ રહ્યાં છે. દિલ્હીથી મુંબઈને જોડતા એક્

દિવાળી વેકેશન પૂર્ણ થાય તે અગાઉ અકસ્માતો ઠેર ઠેર સર્જાઈ રહ્યાં છે. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃમહેસાણા: વિસનગર-વિજાપુર રોડ પર ભયાનક માર્ગ અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત એક ઘાયલ
પટેલ પરિવારને નડ્યો અકસ્માત
દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભાવનગરથી વાપી જતા પરિવારની કારને ભરૂચના આમોદ નજીક અકસ્માત નડયો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.જે પૈકી ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબહેન પટેલ નામના મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
મહિલાનું થયું મોત
ભાવનગર ફરવા ગયેલા વાપીના પટેલ પરિવારહંસા પટેલ નામના મહિલાનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું.હીના પટેલ શિવ પુજારી,હરેશ પટેલ અને ચિરાગ પટેલને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની થતાની સાથે તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.








