મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં વધુ એક કારમાં લાગી આગ, પાટણમાં કાર બળીને ખાખ થઇ

ગુજરાતમાં કેટલાક દિવસથી વાહનમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે.રાજ્યમાં વધુ એક કારમાં આગ લાગતા બળીને ખાખ થઇ હતી. પાટણમાં કા

ગુજરાતમાં વધુ એક કારમાં લાગી આગ, પાટણમાં કાર બળીને ખાખ થઇ

ગુજરાતમાં કેટલાક દિવસથી વાહનમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે.રાજ્યમાં વધુ એક કારમાં આગ લાગતા બળીને ખાખ થઇ હતી. પાટણમાં કારમાં આગ લાગી હતી.

પાટણમાં કારમાં લાગી આગ

પાટણના પદ્મનાભ ચાર રસ્તા નજીક કારમાં આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારમાં આગ લાગતા જ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, કાર આગની ઝપેટમાં બળીને ખાખ થઇ ગઇ હતી.

બારડોલીના માણેકપોરમાં પણ કારમાં લાગી આગ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સિમમાં પણ એક કારમાં આગ લાગી હતી. કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતા હાઇવે પર કાર સળગી ગઇ હતી. કાર ચાલક સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. બારડોલી ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, દર કલાકે 19 લોકો ઘાયલ થયા

થોડા દિવસ પહેલા સુરતમાં પણ ભાઠેના વિસ્તારમાં પાર્ક કરેલી ઇકો કારમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારમાં લાગેલી આગ કાબુમાં ના આવતા અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

આ સમાચાર શેર કરો