મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, બેના કરૂણ મોત

ભાવનગર - અમદાવાદ નેશનલ હાઈવે પર ખેતા ખાટલી નજીક ગોઝારા અકસ્માતમાં બેના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇ

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કારને નડ્યો અકસ્માત,  બેના કરૂણ મોત

ભાવનગર - અમદાવાદ નેશનલ હાઈવે પર ખેતા ખાટલી નજીક ગોઝારા અકસ્માતમાં બેના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. સરદારનગર વિસ્તારમાંથી એક પરિવારના સભ્યો અમદાવાદ એરપોર્ટથી ટેક્સી બાંધીને ભાવનગર જઈ રહ્યા હતા. ત્યારે તેમની ટેક્સીને ખેતા ખાટલી નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના પરખચ્ચા ઉડ્યા હતા.

કાર અકસ્માતમાં બેના મોત

જેમાં સાગરભાઇ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,  જ્યારે વેદ મહેતા અને દેવાંગીબેન મેહતાને ગંભીર ઈજા પહોંચતા સારવાર ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જેમાં ટૂંકી સારવાર બાદ વેદ મહેતાનું મોત નીપજ્યું છે.

આ સમાચાર શેર કરો