મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં કારનો કહેર, એકનું મોત

વડોદરામાં કારનો કહેર, એકનું મોત — સોર્સ: gstv

વડોદરાના ગોત્રી-હરિનગર બ્રિજ પર મોડી રાત્રે લક્ઝુરિયસ કારના ચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ લોકો ઘાયલ થતાં તેમને લઈ દોડધામ મચી હતી. અકસ્માતને પગલે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો