મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ સંગઠનની રચનામાં ઘોંચ પછી ઉમેદવારોની પસંદગી અઘરી બની, ટીકીટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યો

નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મેદાને કોને ઉતારવા એ અંગે ભાજપમાં કવાયત હાથ ધરી છે. ઉમેદવાર પસંદ કર

ભાજપ સંગઠનની રચનામાં ઘોંચ પછી ઉમેદવારોની પસંદગી અઘરી બની, ટીકીટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યો

નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મેદાને કોને ઉતારવા એ અંગે ભાજપમાં કવાયત હાથ ધરી છે. ઉમેદવાર પસંદ કરવા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને  ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. ચૂંટણી મેદાને ઉતારવા સમક્ષ ઉમેદવાર ફાઈનલ કરવા મોડી રાત સુધી કશમકસ ચાલી હતી.

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત 

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે, અને કોંગ્રેસને આ ચૂંટણીમાં રાજકીય ફાયદો થવાનો નથી તે નક્કી છે. આ જોતાં ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો છે, એવું જાણવા મળ્યું છે કે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની કુલ મળીને 2187 બેઠકો માટે ભાજપમાં આઠ હજારથી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા આટોપીને ભાજપ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપી દીધો

નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા આટોપીને ભાજપ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપી દીધો છે, તે આધારે ગત રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ફાઈનલ કરવા ચર્ચા કરવામાં આવી હતી. દાવેદારોએ તો છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. રાજકીય ગોડફાધરોની વગ આધારે ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી દેવાયું છે. જોકે, યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનું ભાજપે મન બનાવી લીધું છે.

નો રિપીટ થિયરી લાગુ કરાય તો વાંધો નહીં

નો રિપીટ થિયરી લાગુ કરાય તો વાંધો નહીં. 60થી વધુ વય ધરાવતા હશે અને બે ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તેમને ટીકીટ નહીં મળે. જે ઉમેદવારોની પસંદગીની થશે તેને ફોર્મ ભરવા માટે મેસેજ મોકલી જાણ કરવામાં આવશે. જોકે ભાજપમાં જૂથવાદ વકર્યો છે, જેના લીધે પ્રદેશ સંગઠનની રચના ઘોંચમાં પડી છે. 

આ સમાચાર શેર કરો