સુરેન્દ્રનગરમાં કેન્સર બન્યું ચિંતાનું કારણ, દર મહિને સરેરાશ 10થી વધુ કેસો થાય છે દાખલ
આજની તારીખને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવામાં સુરેન્દ્રન

આજની તારીખને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવામાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ કેન્સરના કેસો નોંધાયા છે. દર મહિને સરેરાશ 10થી વધુ કેસો દાખલ થઈ રહ્યા છે. જે ખુબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ખાદી ઉદ્યોગના નામે કરોડોનું કૌભાંડ થતું હોવાના આક્ષેપ, યોગ્ય તપાસ માટે માંગ
સુરેન્દ્રનગરમાં નોંધાતા કેન્સરના કેસમાં સૌથી વધુ કેસ સર્વાઈકલ કેન્સર અને મોઢાના કેન્સરના કેસ દાખલ થયા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્સરની માત્ર ડે-કેર કીમિયોથેરાપીથી કેન્સરની સારવાર કરવામાં આવી રહી છે. જેથી દર્દીની અતિ ગંભીર પરિસ્થિતિમાં અમદાવાદ કે રાજકોટ હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. કેન્સરના સતત વધી રહેલા કેસો એ ચિંતાનો વિષય બની રહ્યો છે.




