સુરેન્દ્રનગરમાં ખાદી ઉદ્યોગના નામે કરોડોનું કૌભાંડ થતું હોવાના આક્ષેપ, યોગ્ય તપાસ માટે માંગ

ખ્યાતિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદીકાંડ સામે આવ્યું છે. જોબાળા ગામે ચાલતી ઉની ઉત્પાદન ખાદી સહકારી મંડળીએ કરોડોનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે ભોગ બનનાર લોકોએ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સુધી રજૂઆત કરી છે.
આ પણ વાંચો : જયેશ રાદડિયાના પ્રહાર સામે નરેશ પટેલના સમર્થન માટે પરસોત્તમ પીપળીયાને મળી રહી છે ધમકી
1991થી ખાદી કાર્યલાય શરૂ કરવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ હિસાબ જ સભ્યોને આપવામાં આવ્યા નથી. જે લોકો ઉની ઉણાટનું કામ ન કરતા હોય તેવા લોકોને સભ્યો બનાવી ખોટી સહીઓ કરાવી લીધી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તેમજ જે લોકોને વણાટકામ નથી કરતા તેવા લોકોના નામે જિલ્લા ઉધોગકેન્દ્રમાંથી સહાય લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખાદીકાંડ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેથી યોગ્ય પગલાં ભરવા માટે માંગ ઉઠી છે.
જે મંડળીમાં સભ્યો છે તેમની પાસે કોઈ ઉન વણાટનું કામ જ નથી તેવા લોકો ઉન વણાટનું કામ દેખાડવામાં આવ્યું છે. મંડળી અને સંસ્થા દ્વારા ઉનના ખોટા બિલ ઉભા કરવામાં આવ્યા આ બિલ આવ્યા ક્યાંથી એ પણ સળગતો સવાલ ઉઠી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે.

