જયેશ રાદડિયાના પ્રહાર સામે નરેશ પટેલના સમર્થન માટે પરસોત્તમ પીપળીયાને મળી રહી છે ધમકી

રાજકોટમાં જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં નરેશ પટેલ પર કરેલા પ્રહારોનો મુદ્દો વધુ વકર્યો છે. આ વિવાદ બાદ પાટીદાર અગ્રણી અને નરેશ પટેલના નજીક એવા પરસોતમ પીપળીયાએ નરેશ પટેલના સમર્થનમાં અનેક પોસ્ટ કરેલી હતી. સોશિયલ મીડિયામાં નરેશ પટેલનું સમર્થન કર્યા બાદ પરસોતમ પીપળીયાને ધમકી ભર્યા ફોન આવ્યા હતા. પીપળીયાને ફોન કરી અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટમાં જયેશ રાદડીયાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું નિવેદન, જાણો શું કહ્યું
આ મામલે પરસોત્તમ પીપળીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી આપવામાં આવી હતી. જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કૌશિક કરે તે સ્વાભાવિક છે. હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. મારા નિવેદન બદલ હું માફી માંગુ એવું દબાણ પણ કરવામાં આવ્યું હતું. મેં પણ આવા લોકોને મારું સરનામું આપ્યું છે.

