Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Statement of Patidar leader Parasotam Piplia on Jayesh Radadiya

રાજકોટમાં જયેશ રાદડીયાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું નિવેદન, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં જયેશ રાદડીયાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું નિવેદન, જાણો શું કહ્યું

રાજકોટમાં જયેશ રાદડીયા દ્વારા સમૂહ લગ્નમાં આપવામાં આવેલા નિવેદન મામલે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જયેશ રાદડિયાના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.

App Store

પરસોતમ પીપડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમાજ સૃષ્ટિઓ વિશે આવા નિવેદન આપવા તે અપરિપકવતની નિશાની છે. ગોંડલના પાટીદાર યુવાનો પર સામે કોણે ગુસ્સીટોકની કલમો લગાવી તે સમાજ સારી રીતે જાણે છે. અમરેલીમાં પાયલ ગોતી પર અત્યાચાર કોણે કરાવ્યા તે પણ સમાજ સારી રીતે જાણે છે.

આ પણ વાંચો : રાજકોટમાં જયેશ રાદડિયાએ કરાવ્યા 511 દિકરીઓના સમુહ લગ્ન, દિકરીઓને આપ્યા આશિર્વાદ; વિરોધીઓની કાઢી ઝાટકણી

આ સમયે હાકલા પડકારા કરવાની જરૂર હતી. એ સમયે પાટીદાર બનવાના બદલે પાર્ટીદાર બનીને મૌન ધારણ કરવું તે સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય. ત્યારે સમાજને અગ્રસ્થાને રાખવો જોઈતો હતો આવી પ્રવૃત્તિની ત્યારે નિંદા કરવાની જરૂર હતી. સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે, રાજકીય અસ્તિત્વ થકી સમાજ નથી હોતો.