BZ કૌભાંડ: મુખ્ય એજન્ટ તરીકે કામ કરતા સરકારી શિક્ષકના રિમાન્ડ મંજૂર, 1300 લોકો પાસે કરાવ્યું હતું રોકાણ
BZ કૌભાંડ કેસમાં વધુ એક મુખ્ય એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે CID ક્રાઇમે વિનોદ

BZ કૌભાંડ કેસમાં વધુ એક મુખ્ય એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે CID ક્રાઇમે વિનોદ પટેલ નામના શિક્ષકની અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમપુરા શાળામાંથી ધરપકડ કરી છે. સરકારી શિક્ષક વિનોદ પટેલ પર BZમાં મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હોવાનો આરોપ છે. CID ક્રાઇમે આરોપી વિનોદ પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. સમગ્ર કેસની વધુ તપાસ માટે CID ક્રાઇમ રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી એજન્ટ અને સરકારી શિક્ષક વિનોદ પટેલ (વી.ડી પટેલ)ના અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી 2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શિક્ષકને મોંઘીદાટ કાર ગીફ્ટમાં મળી હતી
બીઝેડ ગ્રૂપના સીઆઈડી દ્વારા નનામી અરજીના આધારે ગુનો નોંધી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ કૌભાંડ હજુ વધુ તપાસને લઈ સીઆઈડી ટીમે બુધવારે (22મી જાન્યુઆરી) મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ શાળાએથી ઊઠાવી લીધો હતો. પૂછપરછમાં આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. નોંધનીય છે કે, બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનાર અને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી.
આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. તેના દ્વારા અપાયેલ નિયંત્રણ કાર્ડ પણ કબજે કરાયા હતા. સીઆઈડી દ્વારા બીઝેડ કૌભાંડમાં વધુ તપાસ અર્થે જિલ્લાના મેઘરજના ઈસરી ગામના વિનુભાઈ ધર્માભાઈ પટેલની અટકાયતથી આ બીઝેડ ગ્રુપના અન્ય એજન્ટો જે થોડાક સમયથી બજારોમાં ફરી રહ્યા હતા તેવા પૈકીના કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ શિક્ષકે બીઝેડની ટુરમાં વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ ચર્ચાઓ ઊઠી હતી.






