BZ કૌભાંડ : એજન્ટ બનેલો મેઘરજનો સરકારી શિક્ષક વી.ડી પટેલ સસ્પેન્ડ
BZ scam : BZ કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડ એજન્ટ બનેલા મેઘરજના શિક્ષક વી.ડી પટેલને સસ્પેન્ડ કરાય

BZ scam : BZ કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડ એજન્ટ બનેલા મેઘરજના શિક્ષક વી.ડી પટેલને સસ્પેન્ડ કરાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર-2માં ફરજ બજાવતો શિક્ષક વી.ડી પટેલ ભુપેન્દ્રસિંહ ઝાલાના કથિત કૌભાંડમાં એજન્ટ બન્યો હતો. CID ક્રાઈમની પૂછપરછમાં શિક્ષક વી.ડી પટેલે એજન્ટ તરીકે 1300 લોકો પાસેથી 70 કરોડનું રોકાણ કરાવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમાર દવેએ શિક્ષક વી.ડી પટેલને સસ્પેન્ડ કરી દીધો છે.
22 જાન્યુઆરીએ CID ક્રાઈમની ટીમ ઉઠાવીને ગાંધીનગર લઈ ગઈ હતી
ગત 22 જાન્યુઆરીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષક વી.ડી પટેલની CID ક્રાઈમ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શિક્ષક વી.ડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ જવાયો હતો. BZ ગ્રુપમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે.
અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વી.ડી પટેલે લાખોની મિલ્કત વસાવી હોવાનું અને મર્સીડીઝ ગાડી પણ ખરીદી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.






