BZ કૌભાંડ : ગુજરાત હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવી
ગુજરાતના 6000 કરોડ રૂપિયાના BZ કૌભાંડના ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપક

ગુજરાતના 6000 કરોડ રૂપિયાના BZ કૌભાંડના ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે હવે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
14 હજારથી વધુ લોકો BZ કૌભાંડમાં બન્યા ભોગ
BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.
ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી હતી.
BZ ગ્રુપમાં અનેક અધિકારી-રાજકારણીઓએ કર્યું રોકાણ
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવાર નવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરી રહી છે. BZ કૌભાંડની તપાસ પર PMOની પણ નજર છે.
માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.
'કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે' - BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું હતું કે, “BZ નામે ચાલતા જે પોન્ઝી સ્કીમ છે, કોઇ પણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈપણ ફરિયાદ વગર આ પ્રકારે જાણકારી પોલીસને પ્રાપ્ત થઇ, ભૂપેન્દ્ર પટેલની સરકાર જ આ કામ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ હોય કેવા પણ વ્યક્તિ હોય, રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના કૌભાંડને ધ્યાન પર આવતા CID ક્રાઇમ દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. નાગરિકોનું અહિત કરતા હોઈ તેવા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે.”








